" મુળાક્ષર ગાન "
રોજ નિશાળે જઈએ અમે,
વાંચતા લખતા શીખીએ અમે...
પહેલા શીખીએ ગ,મ,ન,જ
ગ,મ,ન,જ... ગ,મન,જ
ગ... મ... ન... જ...
પછી શીખીએ વ,ર,સ,દ
વ,ર,સ,દ ... વ,ર,સ,દ
વ... ર... સ... દ...
પછી શીખીએ ક,બ,અ,છ
ક,બ,અ,છ... ક,બ,અ,છ
ક... બ... અ... છ...
પછી શીખીએ પ,ડ,ત,ણ
પ,ડ,ત,ણ... પ,ડ,ત,ણ
પ... ડ... ત... ણ...
પછી શીખીએ લ,ટ,ચ,ખ
લ,ટ,ચ,ખ... લ,ટ,ચ,ખ
લ.... ટ... ચ... ખ...
પછી શીખીએ ઝ,હ,ઘ,ળ
ઝ,હ,ઘ,ળ... ઝ,હ,ઘ,ળ
ઝ... હ... ઘ... ળ...
પછી શીખીએ ભ,ય,ધ,ફ
ભ,ય,ધ,ફ.. ભ,ય,ધ,ફ
ભ... ય... ધ ... ફ....
પછી શીખીએ ઢ,ઠ,શ,થ
ઢ,ઠ,શ,થ... ઢ,ઠ,શ,થ..
ઢ... ઠ... શ... થ...
રોજ નિશાળે જઈએ અમે,
વાંચતા લખતા શીખીએ અમે...
- તન્વીબેન કાસુન્દ્રા
( દેવભૂમિ દ્વારકા )
શિક્ષણ ના અભિગમ અનુસાર મનોવૈજ્ઞાનિક રીતે બાળકોને શીખવવામાં સરળ રહે, તેમજ ગ,મ,ન,જ થી શીખવાની શરૂઆત થાય ત્યારે બાળકો ક્લોક વાઈઝ વળાંક લખે છે, જેના દ્વારા મુળાક્ષરો સરળતાથી શીખી શકે છે. ઘરે શિક્ષણ આપતા માતાપિતા ને શીખવવામાં સરળ રહે તે હેતુથી બાળગીત લખેલું છે. આશા છે કે ઉપયોગી નિવળશે.
#school
#education
#devbhoomidwarka
#ncert
#gcert